Gandhinagar Ma Farava Layak 10 Sthal અને તેની ખાસ વિશેષતાઓ

મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ફરવા લાયક સ્થળો કયા કયા છે અને તેની વિશેષતાઓ શું શું છે ?

આમ તો ગાંધીનગરમાં ફરવા માટે ઘણા બધા સ્થળો છે પરંતુ હું તમને ગાંધીનગરમાં ફરવા માટેના 10 સ્થળ જણાવીશ છે જ્યાં તમને ઐતિહાસિક, બાળકો માટે મનોરંજન આધ્યાત્મિક અને ગુજરાતના ઇતિહાસને પ્રગટ કરતા સ્થળો વિશેની માહિતી મળી શકે.

ગાંધીનગર ગુજરાતનું પાટનગર એટલે કે રાજધાની છે અને તેને ગુજરાતની હરિયાળી તરીકે પણ ઓળખવામાં આવે છે ગાંધીનગરમાં ઘણા બધા લીલાછમ બગીચાઓ અધ્યક્ષ સ્થાપત સાંસ્કૃતિક વારસાનો અનુકૂળ મિશ્રણ છે અહીં ફરવા માટે ઘણા બધા સ્થળો છે અને દૂર દૂરથી ઘણા બધા લોકો પણ ફરવા આવે છે. 

તો ચાલો વધારે સમય ન વ્યતીત કરતા હું તમને ગાંધીનગરમાં ફરવા લાયક સ્થળો વિશેની માહિતી આપું જ્યાં તમે મિત્રો સાથે ફેમિલી સાથે કે પોતાના બાળકોને પ્રવાસ માટે લઈ જઈ શકો છો.

ગાંધીનગર માં ફરવાલાયક ટોપ 10 સ્થળ : 

1) સ્વામિનારાયણ ભગવાન નું અક્ષરધામ મંદિર : 

2) ત્રિમંદિર : 

3) અડાલજની વાવ : 

4) પુનિત વન :

5) ઈન્દ્રોડા પાર્ક :

6) સરિતા ઉધાન :

7) મહાત્મા મંદિર :

8) વિઠલભાઈ પટેલ ભવન :

9) સ્વર્ણિમ પાર્ક :

10) ચિલ્ડ્રન પાર્ક અને ફનવર્લ્ડ ધોળકુવા ; 

Gandhinagar Ma Farava Layak Sthal

ચાલો મિત્રો હવે હું તમને ગાંધીનગરમાં ફરવા લાયક 10 જગ્યાઓની વિસ્તારથી માહિતી આપું જેથી તમે તમારી અનુકૂળતા પ્રમાણે અને પ્રવાસ પ્રમાણે ઉપરની કોઈપણ જગ્યામાંથી તમારા સમયે તમે ત્યાં ફરી શકો અને તમારો સમય પસાર કરી શકો. 

સૌપ્રથમ વાત કરીએ ગાંધીનગરનું મુખ્ય તીર્થધામ સ્થળ એટલે કે અક્ષરધામ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જ્યાં લાખો હરિભક્તો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા આવે છે અને ગાંધીનગર નું મુખ્ય તીર્થ કહેવાય એવું એક ધાર્મિક સ્થળ છે.

1) અક્ષરધામ મંદિર ગાંધીનગર: 

અક્ષરધામ મંદિર બીએપીએસ સંસ્થા દ્વારા સેક્ટર 20 માં બનાવવામાં આવેલું ગાંધીનગરનું સૌથી મોટું ધાર્મિક સ્થળ છે જ્યાં દર વર્ષે લાખો હરિભક્તો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા અને અક્ષરધામ મંદિરની મુલાકાત માટે આવે છે અક્ષરધામ મંદિર મુખ્યત્વે તેની જટિલ કોતરણી બગીચા વોટરફોલ અને ગુલાબી પથ્થરોના ભવ્ય સ્થાપત્ય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. 

અક્ષરધામ મંદિર ગાંધીનગર:

આ મંદિરમાં જો તમે મુલાકાત માટે જવું હોય તો સોમવાર સિવાય બાકીના બધા દિવસોમાં તમે જઈ શકો છો સોમવારના દિવસે મંદિર બંધ હોય છે જેથી મંદિરમાં પ્રવાસ માટે એન્ટ્રી હોતી નથી. 

અક્ષરધામ મંદિરમાં જવા માટે કોઈ ટીકીટ લેવામાં કે કોઈ પૈસા લેવામાં આવતા નથી પરંતુ સાંજના વોટર શો માટે અલગથી ટિકિટ લેવી પડે છે જેનો ખર્ચ અલગ હોય છે. 

વિશેષતાઓ:

  • વિસ્વ પ્રખ્યાત ધાર્મિક સ્થળ અને વોટર શો 

ચાલો મિત્રો હવે આપણે બીજા ગાંધીનગરમાં ફરવા લાયક સ્થળ વિશે વાત કરીએ જે છે ગાંધીનગરનું ત્રિમંદિર જે જૈન શિવ અને વૈષ્ણવ ધર્મના દેવતાઓનું ધાર્મિક સ્થળ છે જેનું ઉત્તમ ઉદાહરણ ત્રિમંદિર છે. 

2) ત્રિમંદિર

ત્રિમંદિર ની સ્થાપના ઘણા વર્ષો પહેલા થઈ હતી  આ મંદિર મુખ્યત્વે બધા ધર્મોનો સાર એક જ જગ્યા ઉપર મૂકવામાં આવ્યો છે જેથી ખૂબ જ પ્રચલિત છે અહીં સીમંધર સ્વામીની મૂર્તિ મુખ્યમંત્રી મૂકવામાં આવી છે અને વિષ્ણુ શિવ તેમજ બધા જ ધર્મનો સાર એક જ જગ્યા ઉપર તમને જોવા મળશે. 

વિશેષતાઓ:
અલગ અલગ ધર્મ નો સાર એક જ જગ્યાએ

3) અડાલજની વાવ :

ગાંધીનગરના અડાલજ ગામમાં આવેલી આ અડાલજની વાવ ચૂનાના પથ્થરમાંથી બનેલી હિન્દુ ઈસ્લામ ધર્મના સ્થાપત્યકાળનો એક સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. 

gandhinagar ma jova layak sthal

અડાલજ વાવ ની વાત કરીએ તો પાંચ માળ ઉંડી છે અને ત્રણ મુખ્ય પ્રવેશ દ્વાર છે સાથે જ વાવની કુલ લંબાઈ 251 ફૂટ જ્યારે ઊંડાઈ 50 ફૂટ કરતા પણ વધુ છે. 

અડાલજની આવા ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર આવેલી છે જેને રૂડીબાઈની વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વાવનું નિર્માણ મહમદ બેગડા એ કરાવ્યું હતું. 

ગાંધીનગરમાં જોવાલાયક સ્થળ તરીકે અડાલજની વાવ ખૂબ જ પ્રસિદ્ધ છે જ્યાં દર વર્ષે ઘણા બધા લોકો પ્રવાસ માટે આવે છે. 

વિશેષતાઓ:
ઐતહાસિક વાવ અને કલાક્રુત્તિ માતે પ્રખ્યાt

4) સરિતા ઉધાન : 

ગાંધીનગરના જોવાલાયક સ્થળોમાં સરિતા ઉદ્યાન પણ ખૂબ જ જાણીતું અને લોકપ્રિય અભિયાન છે જ્યાં ઘણા બધા લોકો પ્રવાસ માટે અને પિકનિક પોઇન્ટ તરીકે પણ ફરવા માટે આવે છે. 

અહીં બાળકો માટે બોર્ડિંગ સુવિધા બાળકો માટે રમકડાને ટ્રેનની સુવિધા વનસ્પતિ ઉદ્યાન અને હરણ ઉદ્યાન જેવા ઘણા બધા જોવાલાયક સ્થળો તમને મળી જશે. 

રીવર ફ્રન્ટ રિવર્સ સાઈડ તરીકે હોવાથી અહીંયા કપલ માટે પણ એક બેસ્ટ જોવા લાયક સ્થળ કહી શકાય. 

આ સ્થળ પર જવા માટે કોઈ ટિકિટ નથી અને તમે પોતાનું પબ્લિક કે પ્રાઇવેટ વાહન લઈને પણ આરામથી પહોંચી શકો છો તો ગાંધીનગરમાં હોવ તો આ સ્થળને એકવાર મુલાકાત જરૂર લેવી. 

5) પુનિત વન :

ગાંધીનગરમાં ફરવા લાયક સ્થળો

ગાંધીનગરના સર્વશ્રેષ્ઠ બગીચાઓમાં સ્થાન મેળવનાર પુનિત વન ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું છે આ વન આશરે છ હેક્ટર જમીનમાં બનાવવામાં આવેલું છે તેમાં વૃક્ષો બગીચાઓ ફુવારા અને રમણીય નજારાઓનું પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

અહીં તમને ઘણા બધા વૃક્ષો ફુલછોડ અને સાથે જ પાણીના ફુવારા નો ધામણીયા નજારો જોવા મળશે શાંત વાતાવરણમાં બેસવા માટેની આ ઉત્તમ જગ્યા છે. સાથે જ પુનિતપન મા પગદંડી એમપી થિયેટર અને વન કુટિર નો પણ તમે આનંદ માણી શકો છો. 

6) મહાત્મા મંદિર 

ગાંધીનગરમાં આવેલું મહાત્મા મંદિર ભારત દેશના રાષ્ટ્રપિતા તરીકે જાણીતા ગાંધીજીને જીવન શૈલી અને તેમના જીવન વિચારોને પ્રગટ કરતું એક ઐતિહાસિક સ્થળ છે. 

જે ગુજરાત સરકાર દ્વારા વિકાસ કરવામાં આવેલું છે અને 34 એકર કરતા પણ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે. અહીં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર જેવા ઘણા બધા સંમેલન અને આયોજનો પણ કરવામાં આવેલા છે. 

મહાત્મા મંદિર મહાત્મા ગાંધીને પ્રેરિત કરતું એક ઐતિહાસિક સ્થળ છે જ્યાં મહાત્મા ગાંધીજીની જીવનશૈલી અને તેમના વિચારોને પ્રગટ કરવા માટેનું એક સ્થળ છે. 

મહાત્મા મંદિર નું મુખ્ય કેન્દ્ર સંમેલન કેન્દ્ર છે જેમાં એક સભાખંડ આવેલું છે જે 15,000 થી પણ વધુ લોકો એક્સ સાથે ભેગા મળીને બેસી શકે એટલી ક્ષમતા વાળો થાંભલા રહીત સભાખંડ છે.

વિશેષતાઓ:
ગાંધીજી ની જિવનશૈલિ નુ પ્રદ્ર્શન

7) વિઠલભાઈ પટેલ ભવન 

રાજકારણમાં શોખીન ધરાવતા લોકો માટે વિઠ્ઠલભાઈ પટેલ ભવન ખૂબ જ જોવા લાયક સ્થળ છે અહીં ગુજરાતનું વિધાનસભા ની તમામ બેઠકો કરવામાં આવે છે ગુજરાતના 182 ધારાસભ્યોની અંદર અલગ અલગ પોતાના પ્રશ્નો રજૂ કરે છે અને ગુજરાતના લગતા તમામ કાયદાઓ ઘડવામાં આવે છે ગુજરાતને લગતા તમામ વહીવટી તેમજ નાણાકીય કાર્ય પણ અહીંથી જ મેનેજ કરવામાં આવે છે.

આ એક સરકારી ભવન હોવાથી પ્રવાસીઓ માટે અંદર જવાની મંજૂરી હોતી નથી પરંતુ તમે તેને બહારથી જોઈ શકો છો. જે તમને રાજકારણનો અનુભવ અપાવી શકે છે. 

8) ઈન્દ્રોડા પાર્ક: 

ઇન્દ્રોડા પાક પણ ગાંધીનગરમાં આવેલા પુનિત વન જેમ જ ખૂબ જ પ્રખ્યાત અને શાંત વાતાવરણનુ એક સ્થળ છે ઇન્દ્રોડા પાર્કની ઇન્દ્રોડા પ્રત્યે શિક્ષણ અભયારણ તરીકે પણ ઓળખવામાં આવે છે જે સાબરમતી નદીના કિનારે આવેલું છે. 

Gandhinagar Ma Farava Layak 10 Sthal

અહીં તમને ડાયનોસોર ની ઘણી બધી વિશાળ મૂર્તિઓ જોવા મળશે તેમ જ જુરાસિક પાર્કનો પણ અનુભવ થશે. આવું જેનું સંચાલન ગુજરાત ઇકોલોજીકલ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે જે 400 એકમમાં ફેલાયેલું છે અભ્યારણ ખૂબ જ મોટું અને વિશાળ છે જેથી ઘણા બધા પ્રવાસો દર વર્ષે અહીંયા પ્રવાસ માટે આવે છે.

ઇન્દ્રોડા પાર્ક અને ઇન્દ્રોડા ડાયનોસર અને યુવાસમ ઉદ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે જે ગાંધીનગરમાં ખૂબ જ જાણીતું અને જોવાલાયક સ્થળ છે.

વિશેષતાઓ:
વિશાળ ડાયનોસર ની પ્રતિમા અને તેના અવશેશો 

9) સ્વર્ણિમ પાર્ક 

ગાંધીનગરમાં આવેલા તમામ શ્રેષ્ઠ બગીચાઓમાંથી પ્લાનિંગ અને સ્વચ્છતા નું પ્રતિક મનવામાં આવતું આ એક સ્વર્ણિમ પાર્ક છે. 

જેમાં તમને ઘણા બધા બગીચાઓ અને લોનનું વ્યવસ્થા પ્લાનિંગ શહીદ કરવામાં આવે છે અહીં તમને ઘણા બધા સુંદર વૃક્ષો અને નાના નાના બગીચાઓ અલગ અલગ આકારમાં જોવા મળશે. સાંજના સમયે બેસવા માટે વાતાવરણ માટે ખૂબ જ અને ખૂબ જ જોવા લાયક અને બેસવા લાયક સ્થળ છે. 

ઉપરાંત ગુજરાત વિધાનસભા વિઠ્ઠલભાઈ પટેલ ભવનની બિલકુલ સામેની તરફ આવેલું છે 

10) ચિલ્ડ્રન પાર્ક અને ફનવર્લ્ડ ધોળકુવા

ચિલ્ડ્રામ મુખ્યત્વે બાળકોને ધ્યાનમાં લઈને બનાવવામાં આવેલો છે જેમાં ઘણા બધા રમતગમતના સાધનો અને આખા બગીચાના ફરતે આવેલી છે જે સુંદર બગીચાનું દ્રશ્ય ટ્રેનમાં બેસીને બાળકો માની શકે છે વિવિધ રાઈટ્સ અને રમત ગમતના સાધનો પણ ઉપલબ્ધ છે. 

બાળકોના વેકેશન અને પિકનિક માટેનું આ સ્થળ ચિલ્ડ્રન પાર્ક સેક્ટર 28 માં આવેલું છે અને શાંતિ રમત મનોરંજન માટેનું તેમ જ વડીલોને આરામ કરવા માટેનો પણ આ એક ઉત્તમ સ્થળ છે.

તો મિત્રો આ હતા ગાંધીનગરમાં આવેલા દસ જોવાલાયક સ્થળો જેને તમે એકવાર મુલાકાત લઈ શકો છો અને તમારો અનુભવ અમારી સાથે શેર કરી શકો છો આશા રાખું છું કે તમને અમારો આ બ્લોગ ગાંધીનગરમાં ફરવા લાયક સ્થ  ળ વિશેની માહિતી પસંદ આવ્યો હશે અને ખૂબ જ ઉપયોગી તેમજ ભવિષ્યમાં કોઈ પણ ફરવા માટેના પ્લાનિંગ માટે કામ લાગી હશે. 

ss gujarati
આવી ગુજરાતી માં અવનવી જાણકારી અને માહિતી માટે અમારી સાથે જોડાયા રહેજો. અત્યાર સુધી અમારી સાથે ઇન્સ્ટાગ્રમ માં 40 હજાર થી વધુ લોકો જોડાઈ ગયા છે તમે પણ જોડાઈ જજો.