ગુજરાતી સુવિચાર શાળા માટે ॥ School Suvichar In Gujarati

ગુજરાતી મોટીવેશનલ સુવિચાર જીવન ઉપયોગી સુવિચાર તેમજ ઘણા બધા સુવિચાર વિશે અમે તમને જણાવ્યું આજે અમે તમને જણાવીશું ગુજરાતી સુવિચાર શાળા માટે

ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના સ્કૂલમાં બોર્ડ પર લખવા માટે સુવિચાર શોધખોળ કરતા હોય છે પરંતુ નાના અને બાળકોને જીવન ઉપયોગી થાય તેવા ગુજરાતી સુવિચાર ખૂબ ઓછા પ્રમાણમાં મળે છે અમારી વેબસાઇટ ( www.ssgujarati.in ) ના માધ્યમ થી અમે થોડાક નાના એવા શાળા સુવિચાર તમને આપીશું જે આશા રાખીએ છીએ કે બાળકોના જીવન ઉપયોગી અને શાળા માટે બેસ્ટ સુવિચાર બની શકે.
                                                                          

ગુજરાતી સુવિચાર શાળા માટે ॥ School Suvichar In Gujarati ||

તો ચાલો વધારે સમય ન બગાડતા હું તમને થોડાક ગુજરાતી સુવિચાર શાળા માટે અર્થ સાથે સમજાવું જેમાંથી તમે તમારો મનપસંદ અથવા વિદ્યાર્થીના જીવન ઉપયોગી થાય તેવા સુવિચાર ને સિલેક્ટ કરી તમારી શાળા માટે બોર્ડમાં લખી શકો.

શાળા માટે ગુજરાતી સુવિચાર અર્થ સાથે

મિત્રો હુ આશા રાખૂ છુ કે તમને નિચે આપેલા સુવિચાર પસંદ આવ્શે અને આ શાળા વિશે ના સુવિચાર તમરા જીવન ને અમુક અંશે પણ મદદ જરુર કરશે.

જ્યારે વિચાર, પ્રાર્થના અને ઇરાદાઓ પોઝિટિવ હોય ત્યારે
જીવન આપોઆપ પોઝિટિવ થઈ જાય છે...

અર્થ: જીવનમાં હંમેશા વિચાર પ્રાર્થના અને તમારો લખ હકારાત્મક રાખો. જો તમારો વિચાર અને પ્રાર્થના હકારાત્મક હશે તો તમારું જીવન પણ ઓટોમેટિક પોઝિટિવ થતું જશે અને સફળતા પણ તમને જરૂર મળશે. પોઝિટિવ વિચાર અને લક્ષ રાખવાથી તમને થાક કે ઘરનો અનુભવ નહીં થાય અને એક હકારાત્મક શક્તિથી લડી શકશો અને જીવનમાં આગળ વધવા માટે ખૂબ પ્રયત્ન કરશો. 

સુખી અને તંદુરસ્ત જીવનની ચાવી સવારે ચાલવા જવું
 અને દિવસભર ચલાવી લેવું...

આ પણ વાંચો : નવા જીવન ગુજરતી સુવિચાર 

અર્થ:
જીવનમાં બે રીતે સુખી થવું હોય તો આ બે સૂત્રો હંમેશા યાદ રાખજો એક તો તમારી પાસે જેટલું પણ છે તેમાંથી તમારા દિવસભરનું તમારે ચલાવી લેવું જોઈએ. ખોટા ખર્ચા અને અન્ય વ્યક્તિના દેખાદેખી માં આપણી પાસે હોય એના કરતાં વધારે ખર્ચો ક્યારેય ન કરવો જોઈએ. અને જો શરીરથી તંદુરસ્ત થવું હોય તો રોજ સવારે થોડી ઘણી કસરત કરવી જોઈએ અથવા તો 15 20 મિનિટ સુધી ચાલવા જવું જોઈએ.

સંસારના દરેક સુખ ક્ષણિક છે.. પણ હરિનામ નો 
આનંદ અનંત છે...

અર્થ: સંસારમાં દરેક વાતો તમને સુખ મળી શકે છે પરંતુ ભગવાનને ભક્તિનો આનંદ છે એવું સુખ હજી સુધી ક્યાંય પણ જોવા મળ્યું નથી તેથી સંસારની સાથે સાથે ભગવાનને ભક્તિ પણ કરવી જરૂરી છે જે તમારા આંતર આત્માને શાંતિ અનુભવી શકે છે જેથી તમને અંદરથી જ આનંદ મળી શકે છે.

જે વ્યક્તિ ખરાબ પરિસ્થિતિ માંથી.. પસાર થઈને સફળ થયો હશે..
તે કચારેચ કોઈનું ખરાબ..ઈચ્છે નહીં ...

અર્થ: ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈને સફળ થનારો વ્યક્તિ પોતાના પર વીતેલી આપદાવો થી જાણતો હોય છે જેથી તે ક્યારેય કોઈનું ખરાબ કરવાનું વિચારતો નથી કેમકે તેને ખબર છે કે પોતે કેવી પરિસ્થિતિમાં હતો અને અત્યારે કેવી પરિસ્થિતિમાં છે.

વર્ષમાં બે દિવસ એવા છે જ્યારે આપણે કંઇ જ કરી શકતા નથીએક 'ગઈકાલ',
બીજી 'આવતીકાલ' માટે ' આજ ' નો આનંદ લો..

અર્થ: જીવનમાં વર્તમાનને જીવતા શીખો કેમ કે ભવિષ્યનું કોઈ ઠેકાણું નથી અને ભૂતકાળને તમે બદલી નથી શકતા તેથી વર્તમાનનો સમય તમારી પાસે છે વર્તમાનમાં જેટલું તમે કામ કરશો એ જ તમને ભવિષ્યમાં આગળ લઈ જઈ શકશે તેથી ભવિષ્ય ની ચિંતા ના કરો અને ભૂતકાળ ને બહુ યાદ ના કરો બસ વર્તમાનમાં કામ કરો અને તેનો જ આનંદ લેતા શીખો.

વાણી અને પાણી બંનેમાં છબી દેખાય..માટે બંને
સ્વચ્છ રાખવા..સેહત માટે સારા...

અર્થ: વાણી અને પાણી બંનેમાં છબી દેખાય છે એનો અર્થ એમ થાય છે કે જેવી તમારી વાણી હશે એવું જ તમારું પ્રભાવ કે છબી સામેવાળા વ્યક્તિના નજરમાં પડી જશે તેથી વાણી હંમેશા સારી અને સ્વચ્છ રાખવી જોઈએ.
                                                                     

ગુજરાતી સુવિચાર શાળા માટે અર્થ સાથે

આગળનું જોઈને ચાલજો અને પાછળનું ભૂલીને ચાલજો..જીવનમા ક્યારેય દુઃખી નહીં થાવ...
અર્થ: ભૂતકાળને ભૂલીને આગળ જનાવર વ્યક્તિ જીવનમાં ક્યારેય પાછળ રહેતો નથી કેમકે ભૂતકાળ અને કોઈ બદલી શકતું નથી તો તેના વિશે ખોટું વિચારી કે યાદ કરીને ચિંતા કરવાની કોઈ જરૂર નથી બસ જીવનમાં વર્તમાનમાં કામ કરો અને એ જ વર્તમાનકામને ભવિષ્યની સાથે બદલતા જાઓ તમારું જીવન ઓટોમેટિક બદલતું જશે અને તમે એક દિવસ જરૂર સુખી થઈ જશો.

ધન,વૈભવ કે ઓળખાણ જ્યાં.. કામ નથી આવતા
ત્યાં..
આશીર્વાદ કામ આવે છે...

અર્થ: માણસ પાસે ગમે એટલા પૈસા હોય વૈભવ હોય કે ઓળખાણ હોય પરંતુ જ્યારે તેને જરૂર પડે છે ત્યારે કોઈ કામ આવતું નથી એટલે હંમેશા કર્મ સારા કરો કેમ કે ગરીબ લોકો કે ભગવાનના આપેલા આશીર્વાદ હંમેશા તમને મુસીબતના સમયે કામ લાગે છે ત્યાં પૈસા વૈભવ કે ઓળખાણ જાતની કંઈ જ કામ આવતું નથી.

એવું કોઈ કામ અશક્ય નથી.. જે શ્રદ્ધા હોય
અને બાપા પાર ના પાડે..

અર્થ: જીવનમાં અમુક કામ ક્યારે શક્ય ન થતા હોય તો તે કામ ભગવાન પર છોડી દેવું અને તમારે ફક્ત એ કામ માટે પ્રયાસ કરવાના છે ભગવાન તમારું કામ જરૂર સફળ બનાવશે.

દરેક ક્ષણ એક અવસર છે..
તેને બગાડશો નહીં...

                                                                   

ગુજરાતી સુવિચાર શાળા માટે

અર્થ:
સમય સમય બળવાન જીવનમાં અમુક સમય અમુક વાર જ આવે છે તેથી કોઈ પણ સમયનો બગાડ ક્યારે કરશો નહીં જીવનમાં મળે આનંદ ઉઠાવો અને તેને માણતા શીખો. કેમકે એક વખત આવી ગયેલો સમય બીજીવાર ક્યારે આવતો નથી. 

અંત નો પણ અંત હોય છે. પાનખર પણ એક ઘટના છે..
બારેમાસ ક્યાં વસંત હોય છે.

અર્થ: વિશ્વમાં જે પણ વસ્તુનું સર્જન થાય છે એનું નાશ નક્કી છે એવી જ રીતે જે ઉગે છે તે આથ મેં છે જે બને છે તે તૂટે છે માટે કોઈપણ વસ્તુ કે વ્યક્તિ અમર નથી.


શાળા મા લખી શકાય તેવા ગુજરાતી નાના સુવિચાર

ગુજરાતી સુવિચાર શાળા માટે ઘણા બધા છે જેમાથી નીચે થોડાક નાના સુવિચાર પણ છે જે તમને જરુર પસંદ આવશે. જિવન મા દરેક સુવિચાર નુ ઘણૂ બધુ મહત્વ હોય છે પરંતુ દરેક સુવિચાર આપણા જીવન મા ઉતરવો પડે છે. 

શ્રદ્ધાનો અર્થ એ નથી કે હું જે.. ઇચ્છીશ એ જ ભગવાન
કરશે પણ શ્રદ્ધાનો એ અર્થ છે કે ભગવાન..
જે કરશે એ જ મારા માટે.. સર્વશ્રેષ્ઠ હશે...

જે થવાનું છે તે નિશ્ચિત છે.. અને
જે નિશ્ચિત છે.. તે જ થવાનું છે...

સાચું બોલવું શ્રેષ્ઠ છે.. પરંતુ સાચું
સાંભળી લેવું.. સર્વશ્રેષ્ઠ છે...

ચાલવાથી શરીર અને ચલાવી લેવાથી
સબંધ સ્વચ્છ રહે છે...

મોટા મોટા સપના પૂરાં કરવાના ચક્કરમાં
 નાની નાની ખુશીઓ..માણવાનુ
ભૂલી ના જતા...

સમય અને સ્વાસ્થ્ય બંને પર કિંમતનું લેબલ નથી હોતું
પણ એમનાથી કિંમતી જગતમાં
બીજું કંઈ નથી..

સમય વ્યક્તિને સફળ નથી બનાવતો
સમયનો યોગ્ય ઉપયોગ વ્યક્તિને
સફળ બનાવે છે

ગુજરાતી સુવીચાર શાળા મા લખિ શકાય તેવા

ધીરજ રાખતા શીખો કારણ કે..
જ્યારે પણ તમારો સમય આવશે
ત્યારે તમને પૂછ્યા વગર
બધું જ મળી જશે..

કોઈ નો ટેકો નથી તો ગભરાવ નહીં
ધીરે ધીરે ટટ્ટાર થતાં
 શીખી જ જશો...

સફળ વ્યકિત પાછળ કોઇના હાથ
કરતા તેણે વેઠેલી તકલીફોનો
 સાથ વધારે હોય છે...

પૈસા કમાવવા સહેલા છે પરતું
સત્કાર્ય માં વાપરવા
અઘરા છે...

મદદ થી મોટુ કોઈ કર્મ નથી..
અને.. માનવતા થી મોટો..
કોઈ ધર્મ નથી...

ખોટું લાગી જાય એવું સત્ય.. જરૂર બોલજો..
પણ સત્ય લાગે.. એવું ખોટું
ક્યારેય ના બોલતા

જ્યાં આપણો મત રજુ કરવાથી મતભેદ થતો હોય
ત્યાં મૌન રહેવુ ઉચિત છે...

રડવું નહીં.. લડવું નહીં..
કોઈને નડવું નહીં

જિંદગી હમેશાં હસીને વિતાવો કેમ કે..
 કોઈ નથી જાણતું કે એ..
કેટલી બાકી છે.

ઈશ્વર ની કૃપા આપણી ઈચ્છાઓ કરતા વધારે
સારી અને હિતકારી હોય છે....

કામ એવું કરજો કે કુદરત
પણ ખુશ થઇ જાય...

 મિત્રો આશા રાખીએ છીએ કે તમને ગુજરાતી સુવિચાર શાળા માટે એટલે કે  School Suvichar In Gujarati ખૂબ કામમાં લાગશે અને આ તમને ગમે તો તમારા મિત્રો સગા સબંધી અને અન્ય લોકો ને વોટ્સએપ ફેસબુક કે સોશિયલ મીડિયાના માધ્યમ થી જરૂર શેર કરજો જેથી તેઓ પણ આ મોટીવેશનલ સુવિચાર અને સારી આદતો નો ફાયદો ઉઠાવી શકે.
                                                             
                  
આવી ગુજરાતી માં અવનવી જાણકારી અને માહિતી માટે અમારી સાથે જોડાયા રહેજો. અત્યાર સુધી અમારી સાથે ઇન્સ્ટાગ્રમ માં 30 હજાર થી વધુ લોકો જોડાઈ ગયા છે તમે પણ જોડાઈ જજો.